અમરોલી પોલીસ મથકની હદમાં ચાર વર્ષની માસુમ બાળાનુ અપહરણ

Featured Video Play Icon
Spread the love

અમરોલી પોલીસ મથકની હદમાં ચાર વર્ષની માસુમ બાળાનુ અપહરણ
અમદાવાદના નારોલ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલીની ટીમે ઝડપ્યો
કિડનેપર પપ્પુ સીનીયા ખડીયા ભુરીયાને ઝડપી પાડ્યો

અમરોલી પોલીસ મથકની હદમાં છાપરાભાઠા તાપી નદીના કિનારેથી ચાર વર્ષની માસુમ બાળાનુ અપહરણ કરી જનારને અમદાવાદના નારોલ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલીની ટીમે ઝડપી પાડી બાળાને સહિસલામત મુક્ત કરાવી હતી.

અમરોલી પોલીસ મથકની હદમાંછાપરાભાઠા તાપી નદીના કિનારે આવેલ ગાર્ડનમાંથી ગત બે એપ્રિલના રોજ એક માસુમ ચાર વર્ષની બાળાનુ અપહરણ કરાયુ હતું. તો અપહરણ કરનાર સીસીટીવીમાં કેદ થતા અમરોલી પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બાળાને શોધવા મેદાને આવી ગઈ હતી. અને ઘટના સ્થળથી લઈ શહેરભરના સીસીટીવી સહિતની તપાસ કરી અલગ અલગ ટીમો બનાવી ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓ, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા રેલ્વેમાં આરપીએફ અને રેલ્વે પોલીસ તથા રીક્ષા એક્ષોસીએશનને બાળાનો ફોટો અન અહરણકારનો ફોટો આપી તપાસ કરી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમોને 84 કલાકની સતત તપાસ બાદ અમદાવાદના નારોલ ખાતેથી અપહરણકાર મુળ દાહોદનો અને હાલ છાપરાભાઠા ખાતે જ રહેતા પપ્પુ સીનીયા ખડીયા ભુરીયાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

આરોપીને ઝડપી પાડ્યા બાદ તેની પાસેથી બાળાને મુક્ત કરાવી હતી. તો આરોપીની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તે જ્યાં રહેતો હતો ત્યાં જ બાળા માતા સાથે રહેતી હતી અને તેના બન્ને બાળકો સાથે રમતી હોય જેથી બાળકીને જોઈ લોકો સહાનુભુતિમાં મફતનુ જમવાનુ આપે તે માટે લઈ ગયો હોવાની કબુલાત કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *