સુરત વરાછા બેંકમાં 31 વર્ષ બાદ યોજાઈ ચૂંટણી.
બેંકના 31 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મતદાનની નોબત.
સહકાર પેનલ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જામ્યો ચૂંટણી જંગ.
સુરતમાં વરાછા કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં આ વર્ષે વિધાનસભા અને લોકસભા ચૂંટણી જેવો માહોલ સર્જાયો છે. બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી યોજાઈ
રહી છે. બેંકના બોર્ડની કુલ 15 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં સત્તાધારી પેનલના 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છેસુરતમાં વરાછા કો-ઓપરેટિવ બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી યોજાઈ રહી છે. બેંકના બોર્ડની કુલ 15 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાંસત્તાધારી પેનલના 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, બાકી રહેલી 12 બેઠકો માટે 5મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. સત્તાધારી પેનલના 12 ઉમેદવારો અને અન્યપેનલમાં 5 ઉમેદવારો મેદાનમાં છે. જો કે, 7 ઉમેદવારો હતા જેમાંથી 2 ઉમેદવારોએ સત્તાધારી પેનલને ટેકો જાહેર કર્યો છે. આ ચૂંટણીમાં કુલ અંદાજે 53,300 સભાસદોમતદાન કરી શકશે. સભાસદોની યાદી મળ્યા બાદ અટક પ્રમાણે યાદી અલગ કરવામાં આવી. જે તે સરનેમના આગેવાનોને યાદી આપી તેમના મારફતે સભાસદોનો સંપર્ક
કરવામાં આવ્યો. સભાસદોની યાદી સરનામા પ્રમાણે અલગ કરીને એક જ સોસાયટીમાં રહેતા સભાસદોની યાદી બનાવવામાં આવી. ત્યારબાદ તે સોસાયટીમાં રહેતા લોકોમારફતે સભાસદોનો સંપર્ક કરાયો હતો.
ડેટા પ્રોટેક્શન એક્ટ હોવાથી સભાસદોના કોન્ટેક્ટ નંબર તેમને આપવામાં આવ્યા ન હતાં. છતાં ચૂંટણી લડતી પેનલોએ મતદારો સુધી પહોંચવા માટે અલગ-અલગ રીતોઅપનાવી હતી. આ માટે અંદાજે 200 જેટલા કાર્યકરોને કામે લગાડવામાં આવ્યા હતા અને વિવિધ પદ્ધતિઓ દ્વારા અંદાજે 25 હજાર મતદારો સુધી સંપર્ક સાધવામાં આવ્યોહોવાનું જાણવા મળ્યું છે. પેનલના આગેવાનોએ પોતાના સોશિયલ મીડિયા પર મેસેજ મૂક્યો કે જે લોકો બેંકના સભાસદ હોય તેઓ ‘Hi’ લખીને મેસેજ કરે. ત્યારબાદ તેમનેલિંક મોકલીને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા અને ચૂંટણી અંગે માહિતી આપવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
