સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના સુરત લિંબાયતમાં દરોડા
દારૂના અડ્ડા પર દરોડા પાડી બુટલેગરને ઝડપી પાડ્યો
ધર્મવિરસિંહ ઉર્ફે સુખા રામકિશનસિંઘ જાટને ઝડપ્યો
બુટલેગરો રાજા, ઓમપ્રકાશ કાલીયા અને વિકી ભાગી છૂટ્યા
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરત લિંબાયત પોલીસ મથકની હદમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડી બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
સુરતના લિંબાયત પોલીસ મથકની હદમાં ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા ચકચાર મચી ગઈ હતી. લિંબાયત પોલીસ મથકની હદમાં આવેલ રંગીલા નગર સોસાયટી બેમાં ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતાં. વિજીલન્સના દરોડામાં સ્થળ પરથી ડિંડોલી અંબિકા રેસીડેન્સી ખાતે રહેતો ધર્મવિરસિંહ ઉર્ફે સુખા રામકિશનસિંઘ જાટ 10 લાખ 23 હજારના દારૂના જથ્થા તથા ત્રણ વાહનો અને મોબાઈલ મળી 16 લાખ 8 હજારથી વધુની મત્તા સાથે ઝડપાયો હતો. જ્યારે બુટલેગરો રાજા, ઓમપ્રકાશ કાલીયા અને વિકી ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતાં. લિંબાયત વિસ્તારમાં ચાલતા અડ્ડા પર વિજીલન્સના દરોડાને લઈ લિંબાયત પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
