કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારા અને મોંઘવારી મુદ્દે આવેદન

Featured Video Play Icon
Spread the love

કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારા અને મોંઘવારી મુદ્દે આવેદન
આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં અરેઠ મામલતદારને આવેદનપત્ર

અરેઠ ખાતે કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારા અને મોંઘવારી મુદ્દે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં અરેઠ મામલતદારને આવેદનપત્ર આપ્યું.

અરેઠ ખાતે આવેલ કોંગ્રેસ સમિતિ ના કાર્યાલય ખાતે સર્વે કાર્યકરો એકત્રિત થઈ બજારમાં થઈને મામલતદાર કચેરી એ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી ની અધ્યક્ષતામાં રેલી સ્વરૂપે જોડાઈને અરેઠ મામલતદારને આજરોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર મોટી મોટી જાહેરાતો અને યોજનાઓના ઢોલ પીંટે છે, પરંતુ હકીકતમાં લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ₹1100 ચૂકવીને પણ ગેસ સિલિન્ડર મેળવી શકતા નથી. ઉજ્જવલા યોજના હેઠળ મફતમાં આપેલા બાટલા આજે ભરાવવા માટે લોકો હેરાન થઈ રહ્યા છે.

આ પરિસ્થિતિ સાબિત કરે છે કે સત્તાધીશો કાગળ પર વિકાસ બતાવે છે, પરંતુ જમીન પર સામાન્ય લોકો માટે રસોડું ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે — જે સરકારની સ્પષ્ટ નિષ્ફળતા છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉદયસિંહ વસાવા, મહામંત્રી મિતુલ ચૌધરી, દિનેશ ગામીત જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિયુષ ચૌધરી તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *