અપહરણ કેસનો આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

અપહરણ કેસનો આરોપી ઝડપાયો
માંડવી પોલીસે ઓલપાડના સાંધીયેર ગામેથી પ્રિન્સ વસાવાને પકડ્યો

માંડવી પોલીસે અપહરણ ના ગુનાના આરોપી પ્રિન્સ વસાવા નેઓલપાડ ના સાંધીએર ગામેથી ઝડપી પાડ્યો

મહાનિરીક્ષક તથા એસપી સુરત જિલ્લા દ્વારા બનેલ સંબંધિત ગુનાઓ જેમાં ખાસ કરીને સગીર વયની બાળાઓના ભાગી જવાના કિસ્સાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાગી જનાર કિસ્સા ના આરોપી ને પકડી પાડવા સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અંગે મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જિનિયર માંડવી ડિવિઝનના દિશાનિર્દેશ હેઠળ માંડવીના સી બી ચૌહાણ પીઆઈ એ દાખલ થયેલા કેસોમાં ભોગ બનનાર ભગાડી જનાર આરોપીઓને તાત્કાલિક અસરથી પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપે જે અનુસંધાને ચોક્કસ દિશામાં વર્કઆઉટ શરૂ કરેલ અને ટેકનિકલ સોર્સના આધારે મળેલ માહિતીના આધારે ગત તારીખ 12/3/2026 ના રોજ દાખલ થયેલ ગુના ના આધારે 2023 ની કલમ 137 ( 2) 87 મુજબના ગુના નો આરોપી તથા ભોગ બનનાર બંને ને ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામે થી આરોપી પ્રિન્સ અશોકભાઈ વસાવા હાલ વિરપુર ગામ કોલોની ફળીયુ અરેઠ રહેવાસી મૂળ રહીશ વાંસો લિ ના તાલુકો માંગરોળના વતની છે જેને પકડી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં સી બી પીઆઈ ચૌહાણ તથા એકે ઠાકોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ જોડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *