સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઓટો એક્ષ્પો 2026 નુ આયોજન

Featured Video Play Icon
Spread the love

સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઓટો એક્ષ્પો 2026 નુ આયોજન
13 થી 16 માર્ચ દરમિયાન પશ્ચિમ ભારતનો સૌથી મોટો ઓટો એક્ષ્પો
ગુજરાત હવે ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે

સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી 13 થી 16 માર્ચ દરમિયાન પશ્ચિમ ભારતનો સૌથી મોટો સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો 2026 નુ આયોજન કરાનાર છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની શ્રેણીઓ વચ્ચે ચાર દિવસીય સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો 2026નું 13 માર્ચથી 16 માર્ચ 2026 દરમિયાન સવારે 10થી સાંજે 7 સુધી સુરતના સરસાણા ખાતે આવેલ ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની સાતમી આવૃત્તિ રજૂ કરાશે. તો આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે ગુજરાત હવે ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે ત્યારે આ મેગા શોમાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ અને લેટેસ્ટ વર્કશોપ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ અને એન્સીલરીઝની 70થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો અને પ્રોફેશનલ્સ માટે આ એક્ષ્પો નવી ટેકનોલોજી અને વૈશ્વિક વલણો સમજવાની ઉત્તમ તક પૂરી પાડશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં રહેશે અને વિન્ટેજ એન્ડ કલાસિકલ કાર કલબ ઓફ ઇન્ડિયા ના ચેરમેન નિતિનભાઇ ડોસા ઉદ્‌ઘાટક તરીકે પધારશે અને તેમના વરદ્‌ હસ્તે ઓટો એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરાશે. તો ઓટો એક્ષ્પોના ચેરમેન મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, દિલ્હી બાદ સુરતનો આ ઓટો એક્ષ્પો ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો કમ્પોઝીટ એક્ષ્પો છે, જેમાં મીની કૂપર, ઓડી, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, જેગુઆર–લેન્ડ રોવર, ટાટા મોટર્સ, હયુન્ડાઇ, કિયા, જીપ, એમજી અને એમજી સિલેકટ, રિનોલ્ટ, નિસાન, સ્કોડા, ટોયોટા, વોલ્વો, સિટ્રોન અને મહિન્દ્રા જેવી ર૦થી વધુ નામાંકિત બ્રાન્ડ્‌સ ભાગ લઈ

રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *