સુરતની પાસપોર્ટ ઓફિસને શંકાસ્પદ મેઇલ

Featured Video Play Icon
Spread the love

સુરતની પાસપોર્ટ ઓફિસને શંકાસ્પદ મેઇલ
2 માર્ચે તમિલ ભાષામાં એક શંકાસ્પદ મેઇલ મળતાં દોડધામ
ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર પરિચરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

સુરતની પાસપોર્ટ ઓફિસને ત્રણ દિવસ બાદ ફરી 2 માર્ચે તમિલ ભાષામાં એક શંકાસ્પદ મેઇલ મળતાં દોડધામ મચી ગઈ છે. મેઇલને પગલે પાસપોર્ટ ઓફિસ દ્વારા કંટ્રોલરૂમને જાણ કરાતા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિત સ્થાનિક પોલીસનો મોટો કાફલો સ્થળે દોડી ગયો હતો. ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર પરિચરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સુરતની ઉમરા ગામ ખાતે આવેલી રિજનલ પાસપોર્ટ ઓફિસ, ઉધના પાસપોર્ટ ઓફિસ, નાનપુરા પોસ્ટ ઓફિસ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ કેન્દ્રો પર તપાસ કરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત ઉધના દરવાજા ખાતે આવેલી પાસપોર્ટ સેવા કેન્દ્રની ઓફિસ તેમજ બારડોલી, નવસારી અને વલસાડ ખાતેના કેન્દ્રોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતાં. તપાસના અંતે કઈ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. 27 ફેબ્રુઆરીએ બોમ્બની ધમકી ભર્યા મેઇલ બાદ ફરી તમિલ ભાષામાં શંકાસ્પદ મેઇલને પગલે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મેઇલમાં તમિલનાડુના એક સામાન્ય નાગરિક પર કોર્ટમાં કેસ ચલાવવાની તક આપ્યા વિના હત્યાનો આરોપ મૂકવો, કસ્ટડી ડેથ અને તમિલના રાજકારણ વિશે લખવામાં આવેલું છે.

હાલમાં પોલીસે આ અજાણ્યા મેઇલ મોકલનાર શખસને શોધી કાઢવા માટે સાયબર સેલની મદદ લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જે ધમકીભર્યો મેઇલ મળ્યો હતો, તે અંગ્રેજી ભાષામાં હતો, જ્યારે આ વખતે મળેલો મેઇલ સંપૂર્ણપણે તમિલ ભાષામાં છે, જેના કારણે પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *