માંડવી ખાતે સુપડી વિસ્તાર ખાતે હિન્દુ સંમેલન યોજાયુ.

Featured Video Play Icon
Spread the love

માંડવી ખાતે સુપડી વિસ્તાર ખાતે હિન્દુ સંમેલન યોજાયુ.
ડો.અખિલેશ પાંડેનું રાષ્ટ્રભાવના ઉજાગર કરતું પ્રાસંગિક ઉદબોધન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પૂજ્ય સંતપ્રસાદ સ્વામી તથા ડો.અખિલેશ પાંડે દ્વારા રાષ્ટ્રભાવના ઉજાગર કરતું પ્રાસંગિક ઉદબોધન કરાયું જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. અશોક સોલંકી કર્યું હતું.

માંડવી સુપડી વિસ્તાર ખાતે રાષ્ટ્રીય સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું, આ પ્રસંગે તાપી મેઇન રોડ આશાપુરા માતાના મંદિરથી સુપડી વિસ્તાર સુધી બાઈક રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોની ટીમ જોડાઈ હતી, ગોપાલદાસ મહારાજ દ્વારા પર્યાવરણનું જતન કરવા અંગે સુંદર માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ સંત પ્રસાદ સ્વામી દ્વારા જણાવ્યું હતું કે રાષ્ટ્ર સ્વયંસેવક આપણો દેશ સમૃદ્ધ બને જે કાર્ય કરે છે જેનો વિસ્તૃત ચિતાર રજુ કર્યો હતો અને 500 વર્ષ અગાઉ હિન્દુ સમાજએ જે બલિદાનો આપ્યા છે તેની યાદો તાજી કરાવી હતી

કાર્યક્રમના મુખ્ય વક્તા ડો.અખિલેશ પાંડેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવક સંઘ રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનું કાર્ય કરે છે, અને માતૃભૂમિ નું ઉથાન નુંકાર્ય કરે છે સંગઠન, સેવાનું કાર્ય કરે છે કુટુંબ પ્રબોધન અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. તથા હિન્દુઓને સંગઠિત કરવાનો કાર્ય કરે છે. હિંદુ ભાઈઓ બહેનો એ આપણા હિન્દુસમાજની તાકાત છે. આ કાર્યક્રમમાં ભાઈઓ તથા ભગીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. અશોક સોલંકી એ કર્યું હતું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *