સુરત લિંબાયત ઝોનના ચર્ચિત 15 લાખોના લાંચકાંડ

Featured Video Play Icon
Spread the love

સુરત લિંબાયત ઝોનના ચર્ચિત 15 લાખોના લાંચકાંડ
કથિત પત્રકાર મોહમ્મદ ઈસ્લામ ઉર્ફે ઈસ્માઈલ પરવાના એસીબીમાં હાજર
અગાઉ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની ધરપકડ થઇ હતી

સુરત લિંબાયત ઝોનના ચર્ચિત લાખોના લાંચકાંડ મામલે ભાગતા ફરતા કથિત પત્રકાર મોહમ્મદ ઈસ્લામ ઉર્ફે ઈસ્માઈલ પરવાના આખરે એસીબીમાં હાજર થતા તેની ધરપકડ કરાઈ હતી.

સુરત મહાનગર પાલિકાના લીંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા સામે લાખોની લાંચ માંગવાનો ગંભીર આરોપ મામલે ફરિયાદી પાસેથી લાંચની રકમ સીધી નહીં પરંતુ કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે પરવાના ઇસ્માઇલ જમીલખાન પઠાણને આપવાનું કહેવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. જે મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા 20 ફેબ્રુઆરી 2026ના રોજ છટકું ગોઠવાયું હતું. જેમાં કથિત પત્રકાર પરવાના પોતાની ઓફિસમાં લાંચની રકમ લાવવા જણાવ્યું હતું, પરંતુ કાર્યવાહી દરમિયાન તેને એસીબીની હાજરીની શંકા જતાં તે લાખોની લાંચની રકમ લઈને ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. ત્યારબાદ એસીબીએ કાર્યવાહી કરીને કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની ધરપકડ કરી હતી, જ્યારે કથિત પત્રકાર લાંબા સમયથી ફરાર હતો. હવે આખરે મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે ઇસ્માઇલ પરવાના જમીલખાન પઠાણ સુરત એસીબી સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *