પૂજ્ય દાદા ભગવાનની 118 મી જન્મ જયંતી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મહોત્સવનો શુભારંભ
મોરબીના રવાપુર-ઘુનડા રોડ પર ભવ્ય મહોત્સવનો શુભારંભ થયો.
દાદા ભગવાનના નામે પ્રચલિત અંબાલાલ મૂળજીભાઇ પટેલની 118મી જન્મજયંતિને લઇને મોરબીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવણીમાં સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રી સત્સંગ-પ્રાથનામાં ઉપસ્થિત રહીને આત્મજ્ઞાની દીપકભાઈએ આપેલ આત્મજ્ઞાનનું પ્રવચન શ્રવણ કર્યું હતુ. મુખ્યમંત્રી તેમજ દીપકભાઈએ આ તકે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પુજન અર્ચન, આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી હતી. મોરબીમાં આગામી તા. 9 નવેમ્બર સુધી દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનના દ્વિતીય દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં સત્સંગ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે પૂજા, આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો અને સમગ્ર જગતના જીવમાત્રના કલ્યાણની કામના કરીને દરેકને સાચા સુખની પ્રાપ્તિ થાય તે અર્થે પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રીએ આત્મજ્ઞાનીશ્રી દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. શ્રી દીપકભાઈએ મુખ્યમંત્રીશ્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું. શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીકાંતિભાઈ અમૃતિયા, શ્રી દાદાભગવાનના અનુયાયીઓ તથા મોરબીવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
