અમરેલીના દિલીપ સંઘાણીએ કરેલી પોસ્ટની ચર્ચા ચારેકોર.
અમરેલીના કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે આપી પ્રતિક્રિયા.
“દીકરીના નિહાપા” ભાજપને અનુસંધાને હોવાનો દૂધાતનો દાવો.
સૌરાષ્ટ્રમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. જે બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. માત્ર ત્રણ શબ્દોની પોસ્ટને કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર ત્રણ શબ્દોની એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, “દીકરીના નિહાપા… લાગ્યા!
દિલીપ સંઘાણીએ એક્સ પર એક માર્મિક પોસ્ટ કરી છે. દિલીપ સંઘાણીએ સોશ્યલ મીડિયા સાઈટ X પર લખ્યું કે, “દીકરીના નિહાપા… લાગ્યા!” દિલીપ સંઘાણી કઈ દીકરીની વાત કરી રહ્યા છે તેનો ઉલ્લેખ ટાળ્યો છે. સંઘાણીએ આ અંગે હજી સુધી કોઈ જ સ્પષ્ટતા નથી કરી. સંઘાણી અમરેલીની કોઈ દીકરીની વાત કરી રહ્યા છે કે કેમ તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે. સંઘાણીની પોસ્ટ પર કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે મોટો દાવો કર્યો છે. તેમણે લખ્યું છે કે, ‘આ પોસ્ટ પાયલ ગોટી પ્રકરણને લાગુ પડે છે. કુદરત કોઈને છોડતી નથી. મેં આ વાત પ્રથમ દિવસે જ કરી હતી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, પાયલબેનને જેમણે હેરાન કર્યા તેમને કુદરતે સજા આપવાનું ચાલુ કર્યું છે. દિલીપ સંઘાણીનો જન્મ 12 મે 1954ના રોજ થયો હતો. તેઓ કૃષિ, સહકારી પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગાય સંવર્ધન, જેલ, આબકારી કાયદા અને ન્યાય, વિધાન અને સંસદીય બાબતોના મંત્રી હતા. તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય હતા. આ સાથે અમરેલીના વતની દિલીપ સંઘાણી ખેડૂતોમાં ખુબ લોકપ્રિય છે તેનુ આ ઉદાહરણ ગણાવી શકાય કે તેઓ સતત બીજી વખત ચેરમેન પદે પસંદગી પામ્યા છે. પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી 65 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઈફ્કોના ચેરમેન છે. તેઓ અનેક દેશ અને રાજ્યની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સંઘાણી અત્યારસુધી વાઇસ ચેરમેન હતા પણ જે બાદ તેઓ ઇફકોના ચેરમેન તરીકે બિરાજમાન થયાં. દિલીપ સંઘાણીની છબી એક સાફ અને પ્રમાણિક નેતાની છે તેમની સ્પષ્ટ નેતા તરીકેની છબી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
