10 હજાર કરોડના રાહત પેકેજમાંથી સહાય મેળવવામાં ખેડૂતોને હાલાકી

Featured Video Play Icon
Spread the love

10 હજાર કરોડના રાહત પેકેજમાંથી સહાય મેળવવામાં ખેડૂતોને હાલાકી
અમરેલીના લીલીયાના સરપંચનો ફતવો
સહાય માટે વેરો ભરવો પડશે તેવી માગ કરતો વીડિયો વાયરલ
ટીડીઓએ વેરાના વાંકે ખેડૂતના ફોર્મ અટકે નહીં તેવી સૂચના આપી

એક તરફ ખેડૂતો કમોસમ વરસાદનો માર સહન કરી રહ્યા છે અને તેની વરસભરની મહેનત પાણીમાં ગઈ છે. તેવા સમયે સરકારે પણ સંવેદનશીલ બની કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ લીલીયા ગ્રામ પંચાયતના સતાધીશોએ અસંવેદનશીલ બની જે ખેડૂતનો વેરો બાકી હોય તે ખેડૂત વેરો ભરે પછી જ સહાયના ફોર્મ ભરાશે તેવો ફતવો જાહેર કરતા ખેડૂત આલમમાં ભારે રોષ છે.

હાલમાં અમરેલી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં કમોસમી વરસાદનો માર સહન કરતા ખેડૂતોના સહાયના ફોર્મ ભરાઈ રહ્યા છે. કુદરતના માર સામે ખેડૂત બેઠો થાય તે માટે આ પેકેજ જાહેર કરાયું છે, પરંતુ લીલીયા ગ્રામ પંચાયતના સત્તાધીશો જાણે માનવતા ચૂકી રહ્યા છે. જ્યારે ખેડૂત આર્થિક સંકડામણમાં ફસાયો છે તેવા સમયે તેને નાણાકીય મદદ માટે રાહત પેકેજ અપાયું છે. એવા સંજોગોમાં જો આ રાહત મેળવવી હોય તો પહેલા ગ્રામ પંચાયતનો બાકી વેરો ચૂકવવો પડશે તેવો મનઘડત નિયમ જાહેર કરાયો છે. ખેડૂતોના રોષને પગલે લીલીયાના ટીડીઓ એ તાલુકાના 37 ગામના તલાટી મંત્રીને એક પરિપત્ર કરી ફોર્મ ભરતી વખતે વેરાનો મુદ્દો નડતરરૂપ ન બને તે જોવા તાકીદ કરી હતી અને વેરાના વાંકે ખેડૂતના ફોર્મ અટકે નહીં તેવી સૂચના આપી હતી. આ પરિપત્ર દરેક ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર લગાવવા હુકમ કર્યો હતો.

લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરાએ તલાટી મંત્રીને ખેડૂતનો બાકી વેરો ભરાય પછી જ સહાયના ફોર્મ ભરવાની સૂચના આપતા અહીં કામગીરી અટકી ગઈ હતી. ખેડૂતોએ આ મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જેના કારણે તલાટી મંત્રીએ આ મુદ્દે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી અને સરપંચનો આવો હુકમ હોય તે સંજોગોમાં ખેડૂતના ફોર્મ ભરવા શું કરવું તે અંગે માર્ગદર્શન માંગ્યું હતું. આ તકે તાલુકા વિકાસ અધિકારીએ જણાવેલ કે કેઆરપી યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ખેડૂતોએ બાકી વેરો ભરવો ફરજિયાત નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *