સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત કામગીરી
પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઝડપ્યા
બે ને ઝડપી પાડી 59 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત કામગીરી કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડી 59 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે. સુરતમાં નશાયુક્ત માદક પદાર્થોનુ વેચાણ નેસ્તનાબુદ કરવા પોલીસે હાથ ધરેલા નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થો સપ્લાય કરતા માફીયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ વર્ક આઉટમાં હતી ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શુક્રવારે રાત્રે પાંડેસરા એલ.આઈ.જી. ગુજરાત હાઉસીંગ આવાસ બિલ્ડીંગ નંબર યુજી 432 બી-222ના ધાબા પરથી હાઈબ્રીડ ગાંજો લઈ આવનાર મુળ યુપીના ઉદ્દર પ્રદેશના પ્રયાગરાજનો આદિત્ય ઉર્ફે આદી યોગેન્દ્રસીંગ સીંગ અને બીજો મુળ મધ્યપ્રદેશના ઈન્દોરનો અને હાલ પાંડેસરા ખાતે રહેતા પીયુષ ઉર્ફે કલ્લુ ઉર્ફે શ્રેયાંસ ગુલાબ પટેલને ઝડપી પાડ્યા હતાં. અને તેઓ પાસેથી 59 લાખ 55 હજારની કિંમતનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિત લાખોની મત્તા કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.