ગંભીરા બ્રિજમાં તંત્રના પાપે લટકી રહેલ ટ્રક ક્યારે નીચે ઉતરશે ?
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લટકતી ટ્રકના ડ્રાઇવરની ભારે મજબૂરી
પહેલાં ટ્રક લટકી હવે અધિકારીઓ ‘લટકાવી’ રહ્યા છે
દુર્ઘટનાના 10 દિવસ બાદ પણ ટ્રક બ્રિજ પરથી નથી ઉતરી.
વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તારીખ 9 જુલાઈના રોજ સર્જાયેલા આ દુર્ઘટના બાદ લટકી રહેલા ટ્રક ઉપર આજે પણ સૌ કોઇની નજર છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના પર છેલ્લા 10 દિવસથી લટકતા ટ્રકનો માલિક ટ્રકને ઉતારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.
વડોદરાના પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આજે પણ ટ્રક બ્રિજ પર જોખમી હાલતમાં લટકી રહ્યો છે. આ અંગે શિવમ રોડલાઇન્સના માલિક રામાશંકર ઇન્દ્રબહાદુર પાલે જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 દિવસથી ટ્રક બ્રિજ પરથી હટાવવા માટે આણંદ-વડોદરાની સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છીએ, પરંતુ કોઈ જવાબ મળતો નથી. ટ્રક માલિકે કહ્યું કે, મારે ટ્રક પર 30 લાખની લોન ચાલે છે. જેના દર મહિને લાખનો હપ્તા આવે છે. જો ટ્રક ચલાવીશ નહીં તો હપ્તા કઈ રીતે ભરીશ ?
ટ્રક માલિકે કહ્યું હતું કે તંત્રને ટ્રક ઉતારવા અનેક રજૂઆત કરી છે, પરંતુ તેમના તરફથી કોઈ પ્રકારે હકારાત્મક જવાબ મળતો નથી. ક્યારેક તંત્ર એમ કહે કે હેલિકોપ્ટરથી ટ્રક ઉતારીશું અને ક્યારેક નવો બ્રિજ બને ત્યારે ઉતારી આપીશું. હાલ તો છેલ્લા 10 દિવસથી લટકતા ટ્રકનો માલિક ટ્રકને ઉતારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે તંત્રના પાપે લટકી રહેલ ટ્રક ક્યારે નીચે ઉતરશે ?..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
