વિ.ન.દ.ગુ.યુનિવર્સિટી દ્વારા યશ્વી ફાઉન્ડેશનને જમીન ભાડે આપવાનો ઠરાવ રદ
નવરાત્રી માટે ભાડે આપેલી જગ્યા અંગે યુનિવર્સિટીનો ઠરાવ પાછો ખેંચાયો
ભારે વિવાદ સર્જાયા બાદ યુનિવર્સિટી દ્વારા યશ્વી ફાઉન્ડેશનને નવરાત્રી માટે ભાડે અપાયેલ ગ્રાઉન્ડનો ઠરાવ રદ્દ કરાયો હતો.
ભારે વિવાદ સર્જાયા બાદ આખરે વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જગ્યા ભાડે આપવાનો ઠરાવ રદ્દ કરાયો છે. યુનિવર્સિટી દ્વારા હાલ આ ઠરાવ રદ કરાયો હોવાની માહિતી આપવામાં આવી હતી.જમીન ભાડે આપવા બાબતે વિવાદ સર્જાતા હાલ ઠરાવ રદ કરાયો છે અને આવનાર સમયમાં આ મામલે યુનિવર્સિટી દ્વારા શું નિર્ણય લેવાય છે તે અંગે જોવુ રહ્યું…
