સુરત શહેરમાં શાકભાજીના ભાવ બમણા
ભારે વરસાદને લઇ શાકભાજીના ભાવ બમણા થઈ ગયા
ફ્લાવર 50, મરચાં 110, ટામેટાં 40 તો રિંગણ 70 રૂપિયે કિલો
સુરત સહિત દેશભરમાં થઈ રહેલ વરસાદને લઈ પાકને નુકસાન થતાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે. જે અંગે એપીએમસીના ડિરેક્ટરે વધુ માહિતી આપી હતી.
સુરત શહેરમાં શાકભાજીના ભાવ બમણા થી ગયા છે. એક મહિના પહેલાં શહેરના બજારોમાં મરચાંના ભાવ કિલો દીઠ 50થી 70 રૂપિયા હતા જે હાલમાં 110થી 120 રૂપિયા, ફ્લાવરના ભાવ 20થી 30 રૂપિયા હતા જે હાલમાં 50થી 60 રૂપિયા, ટામેટાંના ભાવ 30થી 40 રૂપિયા હતા જે 40થી 50 રૂપિયા થઈ ગયા છે.ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે કહ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદના કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીની આવક નોંધપાત્રરૂપે ઘટી ગઈ છે. સુરત એપીએમસીમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે, પરંતુ વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે.
