ભાવનગરમાં શિક્ષક દ્વારા ભુતપુર્વ સગીરવયની વિદ્યાર્થીનીનુ અપહરણ
વિદ્યાર્થીનીનુ અપહરણ કરી દુષ્કર્મ આચરતા આરોપીની ધરપકડ
ભાવનગરમાં શિક્ષક દ્વારા ભુતપુર્વ સગીરવયની વિદ્યાર્થીનીનુ અપહરણ કરી દુષ્કર્મ આચરતા અલંગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
ભાવનગર રેન્જના આઇ.જી.પીનાઓએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ ગુન્હાઓ બનતા અટકાવવા અને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સખત સુચના કરેલ હોય. જે અનુસંધાને ગઇ કાલ તા.૧૬/૦૬/૨૦૨૬ ના કલાક ૧૫/૪૫ વાગ્યે ફરીયાદી દ્વારા અલંગ પોલીસ સ્ટેશનમાં આવી રજુઆત કરેલ કે તેની સગીરવયની દિકરીને શિક્ષક તરીકે નોકરી કરતા કરણભાઇ વિનોદભાઇ પરમાર રહે. શિહોર વાળા અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચરેલ હોવાની રજુઆત કરેલ હોય. જે અંગે અલંગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ સંભાળી આરોપીને શોધી કાઢવા સારૂ અલંગ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી જરૂરી માર્ગદર્શન આપતા અલંગ પોલીસ સ્ટેશનનની ટીમ દ્રારા ગુન્હો દાખલ થયાના ગણતરીની કલાકોમાં જ આરોપી કરણભાઇ વિનોદભાઇ પરમારના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
