સુરતની ઉમરા પોલીસે ઘરફોડ ચોર ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉમરા પોલીસે ઘરફોડ ચોર ઝડપ્યા
ગેંગના બે કિશોર સહિત પાંચ રીઢાઓને ઝડપી પાડ્યા

સુરતની ઉમરા પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગના બે કિશોર સહિત પાંચ રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન4 અને મદદનીશ પોલીસ કમિશનર જી ડીવીઝનની સુચનાને લઈ ઉમરા પી.આઈ. જે.એ. રાઠવાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. ઈશ્વર અને અ.પો.કો. ભરત તથા મયુરને  મળેલી બાતમીના આધારે તાજેતરમાં જ કરિયાણાની દુકાનમાં તથા ભંગારની દુકાનોમાં ઘરફોડ ચોરી કરનાર રીઢા ચોરો કે જેઓ હિરણશિંગા ગેંગના સભ્યો હોય તેઓ જેમાં બે સગીર અને સની ઉર્ફે ઢેલા સાહની, ટ્વીન્કલ જગમોહન શર્મા અને પરમેશ્વર ઉર્ફે માનસિંગ ધ્રુર્વેને ને ઈન્ડોર સ્ટેડિયમ પાસેથી ઝડપી પાડ્યા હતાં. અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *