તાપી : કપડબંધ ગામે એક ઘરમાં બે લોકો ઘુસ્યા
ઘરમાં બે અજાણ્યા ઈસમ પુછ્યા વગર ઘરમાં ઘુસી ગયા
ઘરમાં ચંન્દ્રીકા બેન અને તેમની છોકરી હતી
ગામના લોકોએ અજાણ્યા ઈસમોને પોલીસે સોંપ્યા
તાપીના કપડબંધ ગામે વર્ષોથી રહેતા આવેલા ચંન્દ્રીકા શુક્રીયા કોન્કણીના ઘરમાં બે અજાણ્ય ઘુસ્તા લોકોએ પકડીને પોલીસને સોપ્યો
કપડબંધ ગામે વર્ષોથી રહેતા આવેલા ચંન્દ્રીકા શુક્રીયા કોન્કણીએ તા- 21/09/2025રવિવારના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે વાત કઈ આવી છે કે 19/09/2025ના રોજ સાંજે શુક્રવારે 9:૦૦ વાગ્યાની આસપાસ ઘરમાં બે અજાણ્યા ઈસમ પુછ્યા વગર ઘરમાં ઘુસી ગયા હતા નશાની હાલત માં ત્યારે એ બેન ડરી ગયા હતા. ત્યારે અજાણ્યા બન્ને ઈસમ ઘર માં આવ્યા ત્યારે ચંદ્રિકાબેન અને એમની છોકરી બે જણી ઘરમાં હતા. ત્યારે તેવો એ બુમ બરાડા કરવા લાગ્યા ત્યારે બે અજાણ્યા ઈસમ ઘરમાંથી બહાર ભાગવા લાગ્યા હતા.અને આખા ગામના લોકો ભેગા થયા હતા.ત્યારે એ બે અજાણ્યા લોકોને ગામ વાળાએ અજાણ્યા ઈસમોને ભાગતા પકડયા હતા. ત્યારે એ બંને ઈસમો એ જણાવ્યું હતું કે જંગલ ખાતા વાળા છે. અને અમને છોડી દો અમારાથી ભુલ થઈ ગઈ. અમને માફ કરી દો અને પછી સવારે આખા કપડબંધ ના લોકો ભેગા રહેજો અમે આવીશું એમ કહેતા ત્યારે ગામવાળા થકી મોબાઈલ ફોન મા વિડિઓ પણ રેકોર્ડ કરેલ છે અને ગામના લોકો ભેગા થય સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેખીતમાં આપી છે. જ્યારે ચાલુ નોકરી પર હોય અને જણાવે છેકે જંગલ ખાતા માંથી છે તો મોટો પ્રશ્ન એ છે કે નસા ની હાલત કેમ ?અને ગ્રામ જનો નો આક્ષેપ છે કે અગાઉ પણ અન્ય ઘરો માં ખોટી રીતે ઘૂસી જઈ રહીશોને હેરાન કરે છે ચાલો જાણીએ વિગતવાર…
