સુરતમાં સામૂહિક વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી,

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સામૂહિક વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી,
એકસાથે 25 હજાર જૈનો નવકાર મંત્રનું પઠન કરશે
એક સાથે વિશ્વના ૧૦૮થી વધુ દેશોમાં થશે જાપ

સુરત શહેરમાં જીતો દ્વારા વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે સુરતમાં બિરાજીત તમામ પરમ પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં આગામી તા.૯મી એપ્રિલના રોજ સામૂહિક વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વિશ્વ નવકાર મહામંત્રની ઉજવણી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ (indoor stadium ) અઠવાલાઈન્સ ( athwalines ) ખાતે કરાશે. જેમાં એક સાથે વિશ્વના ૧૦૮ થી વધુ દેશોમાં નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે.

આ વિશ્વ નવકાર મહામંત્રની ઉજવણી નિમિતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જીતો સુરત ( Surat ) ચેપ્ટરના ચેરમેન અને આ પ્રોજેક્ટના કન્વીનર નીરવ દિવસ જીતો દ્વારા નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય છે. તે દિવસે ભારત સહિત વિશ્વના ૧૦૮ દેશોમાં આ કાર્યક્રમમાં એક સાથે યોજાશે. આ નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમમાં જૈન સમાજના લોકો સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની ખાસ વાત એ છે કે, ભારત સરકાર ( central government ) દ્વારા ૯ એપ્રિલના દિવસને સત્તાવાર રીતે વિશ્વ નવકાર મંત્ર ( World Navkar Mantra Day ) દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. ત્યારે ૯મી એપ્રિલના રોજ નવી દિલ્લી ( Delhi ) , વિજ્ઞાન ભવન ખાતેથી (PM) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ( narendra modi ) નવકાર મહામંત્રનો જાપ કરશે અને સંપૂર્ણ વિશ્વને વર્ચુયેલી તેઓ સંભોષિત કરશે. આ વિશ્વ નવકાર મંત્ર દિવસ નિમિત્તે આયોજીત જાપમાં પુરુષો સફેદ વસ્ત્ર અને મહિલાઓ લાલ વસ્ત્ર પરિયાન કરશે. વધુમાં કહ્યું હતું કે એક સાથે વિશ્વના ૧૦૮ થી વધુ દેશોમાં એક સાથે નવકાર મંત્રનો જાપ કરાશે અને ગીનીશ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness World Records) સ્થાન માટે એપ્લાય કરવામાં આવ્યું છે. આ પત્રકાર પરિષદમાં જીતોના ચેરમેન મિલન પારેખ, ચીફ સેક્રેટરી મિતેષ ગાંધી, વાઈસ ચેરમેન નીરવ શાહ મેનેજર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *