આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ઓપરેશન સિંદૂર
પાકિસ્તાને ફરી યુદ્ધ વિરામનો ભંગ કરી ફાયરિંગ શરુ કર્યું
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે બદલો લેવાયો હતો. જેને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અને હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયો પરંતુ પાકિસ્તાને ફરી યુદ્ધ વિરામનો ભંગ કરી ફાયરિંગ શરુ કર્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન કરાયુ હતું.
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ પાકિસ્તાનમાં આંતકીઓના ઠેકાણાઓ પર ભારતે એર સ્ટ્રાઈક કરી હતી. જેને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે શનિવારે અમેરિકાની મધ્યસ્થીએ બન્ને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયુ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સશસ્ત્ર સેનાને વંદન કરવા માટે આજે તિરંગા યાત્રા આયોજન કરાયુ હતું. જે તિરંગા યાત્રા સાગર કોમ્યુનિટી હોલથી કારગીલ ચોક સુધી પહોંચી હતી જે તિરંગા યાત્રા માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.