માંડવીના ધંટોલીના ગ્રામજનોએ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો.
ગ્રામજનોએ અધિકારી ને જાણ કરતાં કાયદેસર કાર્યવાહી કરી.
માંડવી તાલુકામાં આવેલા ધંટોલી ગામની સીમમાંથી સરકારી અનાજ ભરેલો શંકાસ્પદ ટેમ્પો ગ્રામજનોએ ઝડપી પાડતા મામલતદારમાં જાણ કરતાં નાયબ મામલતદાર સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી અનાજનો જથ્થો અને ટેમ્પો ગોડાઉનમાં જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ માંડવી-સાલૈયા જતાં માર્ગ પરથી ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હોવાની જાણ ધંટોલીના ગ્રામજનો થતાં એકત્ર થઈ ટેમ્પો રોક્યો હતો.અને મામલતદાર જે.આર. મિસ્ત્રીને કરતાં પુરવઠા વિભાગ નાયબ મામલતદાર સૂચના આપતાં તાત્કાલિક સ્થળ પર પહોંચેલી ટીમે ટેમ્પામાં ચકાસણી કરતાં 10 કટ્ટા ઘઉં તથા 41 કટ્ટા બાજરી મળી આવ્યો હતો. આ ગેરકાયદેસર અનાજનો જથ્થો અન્ય જગ્યાએ સગેવગે કરવા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.બાદ જવાબદારી અધિકારી દ્વારા મામલતદારને રિપોર્ટ કરી કાયદેસર ની કાર્યવાહી હતી. ગેરકાયદેસર અનાજનો જથ્થો જપ્ત કરાતા સસ્તા અનાજ ની દુકાન ધરાવતા દુકાનદારોમાં ફફડાટ આપી ગયો છે….
