યુવતીના આપઘાત પહેલાંનો વીડિયો સામે આવ્યો

Featured Video Play Icon
Spread the love

યુવતીના આપઘાત પહેલાંનો વીડિયો સામે આવ્યો
14 મા માળેથી ન કુદાય, હું તો બીજા માળેથી કૂદીશ,
અશ્લીલ વીડિયો વાઇરલ થવાના ડરે આપઘાત કર્યો હતો

અમદાવાદના જગતપુરમાં ફલેટના 14 માં માળેથી 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાઇરલ થતાં મોતની છલાંગ લગાવી હતી. આ યુવતીનો એક વીડિયો સામે આવ્યો છે

અમદાવાદના સાણંદ તાલુકામાં રહેતી 21 વર્ષથી યુવતીએ જગતપુરમાં આવેલા બિલ્ડિંગના 14 મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના પ્રેમી સાથેનો અંગત પળનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયો યુવતીના પ્રેમીના મોબાઇલમાં હતો, જેથી યુવતી ગભરાઈ ગઈ હતી. યુવતીએ વીડિયો ડિલિટ કરાવવાના અનેક પ્રયત્ન કર્યા હતા. યુવતીએ આ વીડિયો વાઇરલ થવાના ડરના કારણે જ 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે યુવતીના પ્રેમી અને તેના મિત્ર સામે ગુનો નોંધીને તેના પ્રેમીની ધરપકડ પણ કરી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજ સોલંકીએ જણાવ્યું હતું કે યુવતીનો આપઘાત અગાઉનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ક્યારનો છે અને યુવતી સાથે કોણ હતું એ મામલે તપાસ કરી રહ્યા છીએ. આ ગુનામાં એક આરોપી પકડાયો છે, જ્યારે હજુ એક આરોપી ફરાર છે, જેની તપાસ ચાલી રહી છે.

યુવતીના આપઘાત બાદ તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં યુવતી બિલ્ડિંગના 14 મા માળે જઈને વીડિયો બનાવી રહી છે. આ વીડિયોમાં યુવતી ઉપરથી નીચે જોઈને કહી રહી છે કે આ બહુ ઊંચું બિલ્ડિંગ છે. હું તો બીજા માળેથી જ કૂદીશ. 14 મા માળેથી કૂદીશ તો મારાં હાડકાં પણ નહીં મળે. મારા અંતિમસંસ્કાર માટે સળગાવવા પણ કંઈ ના મળે, એટલે હું તો બીજા માળેથી જ કૂદીશ, જેથી હું બચી જઈશ. યુવતીના આપઘાત બાદ આ વીડિયો પણ સામે આવતાં પોલીસે વીડિયોની તપાસ શરૂ કરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *