હિંમતનગરના અનંતેશ્વર મહાદેવ મંદિર પાસેના દબાણ હટાવવાયા.
અનંતેશ્વર મહાદેવ મંદિરનો કોટ તોડવા નગરપાલિકાની ટીમ પહોંચી
પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પરના દબાણો હટાવ્યા.
હિંમતનગરમાં સહકારી જીન રોડ પર આવેલ અનંતેશ્વર મહાદેવ મંદિરનો કોટ તોડવા નગરપાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી હતી. પરંતુ સ્થાનિક અને વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાતાં કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી.
હિંમતનગરમાં સહકારી જીન રોડ પર આવેલ અનંતેશ્વર મહાદેવ મંદિરનો કોટ તોડવા નગરપાલિકાની ટીમ પહોંચતાં સતત બે કલાક સુધી મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિકો દ્વારા રામધૂન બોલાવીને વિરોધ નોંધાવાયો હતો. તમામ લોકો મંદિર પાસેના રોડ ઉપર નીચે બેસીને રામધૂન બોલાવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા. વિરોધના કારણે નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી અને પાલિકા પ્રમુખ વિમલભાઇ ઉપાધ્યાય પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે:પ્રમુખ અનંતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડી.એન. સુથારે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા કોઇપણ પ્રકારની નોટિસ આપ્યા વિના કાર્યવાહી શરૂ કરાઇ હતી. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા આ પગલાં ભરાઇ રહ્યા છે. સ્થાનિક હિન્દુ સમાજનો આક્ષેપ છે કે રાજકીય દબાણના કારણે હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન મંદિર તોડવાનો વારેવારે પ્રયત્ન કરાય છે. અગાઉ પણ તંત્ર દ્વારા મંદિર તોડવા પ્રયાસ કરાયો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા વિભાગના મંત્રી ઇસુભાઇ પટેલના જણાવ્યા અનુસાર, તંત્ર પાસે કોઇ પણ પ્રકારનો ઓર્ડર નથી. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે આમ છતાં આ લોકો દ્વારા આમ જનતા અને આસપાસના રહીશોને હેરાન કરવાનું કૃત્ય કરી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ હંમેશા મંદિરની સાથે જ છે અનેમંદિર તોડવા મુદ્દે જરૂર પડે અમે જન આંદોલન કરીશું કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી