રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો

Featured Video Play Icon
Spread the love

રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો
સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
“કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાની ભાષા બોલી રહ્યા છે” – ધવલ પટેલ
કોંગ્રેસ પર દેશદ્રોહી માનસિકતા ધરાવવાનો આરોપ

રાહુલ ગાંધી દ્વારા અમિત શાહ અને પ્રધાનમંત્રી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ધવલ પટેલે કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાની ભાષા બોલી રહ્યા હોવાના આક્ષેપ સાથે દેશદ્રોહી માનસિકતા ધરાવતા હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી વિરૂદ્ધ કરાયેલી ટિપ્પણીના વિરોધમાં સાંસદ ધવલ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતુ કે કોંગ્રેસ સતત ભગવાન અને હિન્દુત્વને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલ દેશ યુદ્ધ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં દેશને પૂરતો પેટ્રોલ-ડીઝલનો જથ્થો મળી રહે તે માટે પ્રધાનમંત્રી સતત પ્રયાસ કરી રહ્યા હોવાનું ધવલ પટેલે જણાવ્યું હતું. સાથે ધવલ પટેલે કોંગ્રેસના નેતાઓ દેશના હિત વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હોવાનો આરોપ લગાવતા રાજકીય હુમલો તેજ કર્યો હતો. આ નિવેદન બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *