સુરતના મનપા કચેરીનો મોટા વરાછાના લોકોએ ઘેરાવ કર્યો
સરકારી જમીન ભાડે આપવા મામલે ઘેરાવ કર્યો
સુરતના મોટાવરાછાના ક્રિષ્ના ટાઉનશીપની બાજુમાં સરકારી જમીન ભાડે આપવા મામલે સ્થાનિકોએ આજે મનપાનો ઘેરાવ કર્યો
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ યમુનાચોકમાં આવેલ ક્રિષ્ના ટાઉનશીપની બાજુમાં આવેલી સરકારી જમીન અજાણ્યાને ભાડે આપી દેતા ત્યાં ડોમ અને ગેરેજ સહીતની દુકાનો બનાવી દેવામાં આવી છે જેથી ત્યાં રેહતા સ્થાનિકોએ આજે મહાનગર પાલિકા કચેરીમાં મોરચો માંડયો હતો અને તાત્કાલિક ધોરણે આ ડોમ હટાવવામાં આવે અને ત્યાં ગાર્ડન અથવા શાંતિકુંજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિક વિપુલભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે , ક્રિષ્ના ટાઉનશીપની બાજુમાં સરકારી પ્લોટ હતો એને મનપા દ્વારા અજાણ્યા વ્યક્તિને ભાડે આપી દેવામાં આવ્યો છે અને તે વ્યક્તિએ ત્યાં ડોમ બનાવી દીધો છે આ ડોમમાં ગેરેજ સહીતની દુકાનો બની ગઈ છે. જેથી ન્યુસન્સ વધી ગયું છે. આ પ્લોટ ખાલી કરાવવા માંટે આજે તમામ સોસાયટીના રહીશો અને ટાઉનશીપના લોકો મનપા કચેરી પહોચ્યા હતા અને મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહીતના અધિકારીઓને રજૂઆત કરી હતી અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.