સુરતમાં સ્કૂલ બેગના ધંધાની આડમાં અફીણનો વેપલો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્કૂલ બેગના ધંધાની આડમાં અફીણનો વેપલો
સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં બેગ પાસે જઈ સ્નીફર ડોગ ભસવા લાગ્યો,
સુરત રેલવે પોલીસે સ્કૂલબેગમાં તપાસ કરતા 4 કિલો ગાંજો ઝડપાયો
પોલીસે બિનવારસી બેગના માલિકની શોધખોળ હાથ ધરી

ટ્રેન મારફતે સ્કૂલબેગમાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી રાજકોટ-સીકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પડેલી સ્કૂલબેગ પાસે જઈ સ્નીફર ડોગ ભસવા લાગ્યો હતો. જેથી સુરત રેલવે પોલીસે સ્કૂલબેગમાં તપાસ કરતા 4 કિલો ગાંજો ઝડપાયો હતો. હાલ તો રેલવે પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરત રેલવે સ્ટેશન ઉપર અને સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં રેલવે પોલીસે દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર રાત્રે ટ્રેન નં.22718 રાજકોટ-સીકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નં.1 ઉપર આવી ઉભી રહી હતી. જેથી ટ્રેનના સ્લીપર કોચમાં ચેકિંગ અર્થે ચઢી સ્નિફર ડોગ ડ્રેક મારફતે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન ટ્રેનના વચ્ચેના ભાગે આવેલ કોચ નં.એસ/09 અને એસ/10ની વચ્ચેના કોરીડોરમાં એક કાળા કલરની સ્કૂલ બેગ બિનવારસી હાલતમાં પડી હતી.બિનવારસી પડેલી બેગ સ્નીફર ડોગ ડ્રેકથી ચેક કરાવતા ડોગ એકદમ ભસવા લાગ્યો હતો. જેથી ડોગ હૅન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહએ આ ડોગ બેગમાં નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત આપતો હોવાનું જણાવ્યુ હતું. સ્કૂલ બેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને આ બેગ કોની છે? જે અંગે પૂછપરછ કરતાં આ બેગનુ કોઇ માલિક મળી આવ્યું નહિ. જેથી બેગની તપાસ કરતા 44,500 રૂપિયાનો 4.450 કિલો ગાંજો મળી આવ્યો હતો. બેગને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવી એન.ડી.પી.એસ. એકટ મુજબ અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અજાણ્યો ઇસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાય જવાના ડરથી બીનવારસી હાલતમાં છોડી નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું. સુરત રેલવે પોલીસ દ્વારા આ બિનવારસી બેગના માલિકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *