સુરતમાં વધુ એક નકલી પીએસઆઇ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વધુ એક નકલી પીએસઆઇ ઝડપાયો
ઝડપેલા આરોપીને છોડાવવા આવેલો નકલી વિજિલન્સ પીએસઆઇ ઝડપાયો
સરથાણા પોલીસ દ્વારા આ નકલી પીએસઆઇ રોનક કોઠારીની અટકાયત કરી

સુરતના સરથાણા વિસ્તારમાં એક નકલી વિજિલન્સનો પીએસઆઈ ઝડપી પાડવામાં આવ્યો હતો. ટ્રાફિકની કામગીરી દરમિયાન બે લોકોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની ભલામણ કરવા માટે આવેલા યુવકે પોતાની ઓળખ વિજિલન્સના પીએસઆઈ તરીકે આપી હતી. જોકે તે નકલી હોવાનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ તો સરથાણા પોલીસ દ્વારા આ નકલી પીએસઆઈરોનક કોઠારીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન બે વ્યક્તિ નશાની હાલતમાં હતા તેથી બંનેને સરથાણા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યારે તેમની ભલામણ કરવા એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશનને આવ્યો હતો અને પી.એસ.ઓને પોતે વિજિલન્સના PSI રોનક કોઠારી છે તેવી ઓળખ આપી હતી. સરથાણા પોલીસ સ્ટેશનના PI એમ બી ઝાલા આવી જતા તે વિજિલન્સના PSIની વધુ પૂછપરછ કરી હતી. જે દરમિયાન તે પોતે ગાંધીનગર વિજિલન્સમાં PSI તરીકે ફરજ બજાવે છે અને PI રાણા સાહેબની સ્કોડમાં હોવાનું તેને જણાવ્યું હતું. દરમિયાન PI ઝાલાએ તેનું ઓળખ કાર્ડ માંગતા તેણે એવો જવાબ આપ્યો કે, ઓળખકાર્ડ હું ભૂલી ગયો છે અને સાથે નથી અને હાલ હું રજા ઉપર છું.સરથાણાના PI અને અન્ય સ્ટાફને શંકાસ્પદ લાગતા સઘન પુછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો. સરથાણા પોલીસે આ દરમિયાન તેના મોબાઈલમાં તપાસ કરતા તેના મોબાઇલમાંથી પોલીસની વર્ધી પહેરેલા ફોટા પણ મળી આવ્યા હતા. સરથાણા પોલીસ યુવકની અટકાયત કરી આગળની તપાસ કરી રહી છે કે, આ અગાઉ આ વ્યક્તિ દ્વારા નકલી પોલીસ બનીને કોઈ નાગરિકોને હેરાન પરેશાન કરી આર્થિક લાભ મેળવેલો છે કે કેમ. આ વ્યક્તિનો જો કોઈ ભોગ બનેલો હોય તો સરથાણા પોલીસનો સંપર્ક કરવા સરથાણા પોલીસ દ્વારા જણાવાયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *