સુરતના સિંગણપોર-ડભોલી લિંક રોડ પર ગેરકાયદે દબાણોનો મુદ્દો ગરમાયો

Featured Video Play Icon
Spread the love

સુરતના સિંગણપોર-ડભોલી લિંક રોડ પર ગેરકાયદે દબાણોનો મુદ્દો ગરમાયો
શિવાન એવન્યુ સોસાયટીના મુખ્ય ગેટ પાસે દબાણોથી રહીશો પરેશાન
લારી-ગલ્લા, કેબિનો અને ગેરકાયદે શેડના દબાણથી અવરજવરમાં મુશ્કેલી
ગેરકાયદે દબાણોને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ
દબાણો દૂર કરવા તંત્ર કાર્યવાહી કરે તેવી રહીશોની માંગ

સુરતના સિંગણપોર-ડભોલી લિંક રોડ પર ગેરકાયદે દબાણોને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હોય તેમ શિવાન એવન્યુ સોસાયટીના મુખ્ય ગેટ પાસે લારી-ગલ્લા, કેબિનો અને ગેરકાયદે શેડના દબાણથી અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો.

સુરતના સિંગણપોર-ડભોલી લિંક રોડ પર દબાણોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શિવાન એવન્યુ સોસાયટીના ગેટ પાસે થયેલા કથિત ગેરકાયદે દબાણોને લઈને રહીશોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. રહીશોએ  આક્ષેપ કર્યો હતો કે ફૂટપાથ પર લારી-ગલ્લા, કેબિનો અને ગેરકાયદે શેડ ઊભા કરાતા સોસાયટીના મુખ્ય ગેટ પર અવરજવરમાં અવરોધ ઊભો થાય છે. આ ઉપરાંત દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી પણ રહીશો પરેશાન છે. મહિલાઓ અને વડીલોની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, ફરિયાદ કરવા જતાં ધમકી મળતી હોવાનો પણ રહીશોએ આક્ષેપ કર્યો હતો. વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતાં રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત અરજી કરી છે. હવે સવાલ એ છે કે સોસાયટીના ગેટ પાસેના આ કથિત ગેરકાયદે દબાણો દૂર કરવા મહાનગર પાલિકા તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *