બારડોલીમાં વિઘ્ન હર્તા ભગવાન ગણેશજીની વિદાય
અનંત ચૌદસની દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું
1300 થી વધુ મૂર્તિઓનું 117 જેટલા સ્થળોએ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન
વિઘ્ન હર્તા ભગવાન ગણેશજીની નવ દિવસ સુધી ભક્તોએ પૂજા અર્ચના કર્યા બાદ અનંત ચૌદસની દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું . ત્યારે સુરત જિલ્લાના બારડોલી, કડોદરા, પલસાણા, માંડવી, મહુવા પંથકમાં નાની મોટી મળી 1300 થી વધુ મૂર્તિઓનું 117 જેટલા સ્થળો એ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું હતું .
વિઘ્ન હર્તા ભગવાન ગણેશજી ને પોતાને આંગણે પધારવા અને સ્થાપના કરવા સૌ કોઈ ગણેશ ઉત્સવની રાહ જોતા હતા અને એ ઉત્સવ આવી પણ ગયો અને નવ નવ દિવસ સુધી ભક્તોએ તન, મન અને ધનથી પૂજા અર્ચના કરી હતી. અને હવે બાપ્પા ફરી પોતાને નિજધામ પધારવાનો દિવસ આવ્યો ત્યારે ભક્તોને વસમું લાગ્યું હતું. ત્યારે વિસર્જન સમયએ સુરત જિલ્લાની વાત કરીએ તો બારડોલી, માંડવી, મહુવા, કામરેજ, પલસાણા મળી 1300 થી વધુ નાની મોટી પ્રતિમાનું 117 જેટલા ઓવારો ઉપર આવેલ દરિયા તેમજ ગામડાના તળાવોમાં વિસર્જન બપોરથી શરૂ કરાયું હતું. બારડોલી નગરમાં ૩૦૦ થી વધુ નાની પ્રતિમાઓનું મિઢોળા નદીમાં વિસર્જન કરાયું. નદીમાં પાણીનું વહેણ પણ વધુ હોય મૂર્તિ વિસર્જનમાં મુશ્કેલી પડી નહી હતી. જ્યારે 100 થી વધુ મોટી પ્રતિમાઓને હજીરા ખાતે લઇ જવાય હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા કમરકસી હતી. અને માણેકપોર, ભુવાસણ સહિતના ગામોમાં આવેલ તળાવમાં આસપાસના ગામડાઓના ગ્રામજનોએ વિસર્જન કરાયું હતું. અને જાણે ભક્તો પણ કોઈ સ્વજનથી છુટા પડવાનું હોય તેમ લાગણી અનુભવી રહ્યા હતા. ગણપતિ બાપ્પા મોર્યા અને આવતા વર્ષે જલ્દી આવજોના નાદ સાથે ભક્તો એ બાપ્પાને વિદાય આપી હતી.
