સુરતના લિંબાયતમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

સુરતના લિંબાયતમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
ગુમ થયેલા મોબાઇલ, વાહન અને સોના-ચાંદીના દાગીના પરત કર્યા
કુલ 26 લાખ 51 હજાર રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઇલ, વાહન અને સોના-ચાંદીના દાગીના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતાં. તો પોલીસ દ્વારા કુલ 26 લાખ 51 હજાર રૂપિયાનો મુદ્દામાલ પરત અપાતા અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

લોકાભિમુખ અભિગમના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા વધુ એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસની ટીમે ગુમ થયેલા મોબાઇલ ફોન, સોના-ચાંદીના દાગીના અને વાહનો ટ્રેસ કરી મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. પોલીસે સીએરા પોર્ટલની મદદથી 70 જેટલા ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કુલ કિંમત 11 લાખ 84 હજાર રૂપિયા થાય છે. ઉપરાંત 10 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના અને 3 વાહનો પણ અરજદારોને પરત આપવામાં આવ્યા હતાં. કુલ મળીને 26 લાખ 51 હજાર રૂપિયાનો મુદ્દામાલ પરત સોંપતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સમગ્ર કામગીરીમાં લિંબાયત પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સર્વેલન્સ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *