સુરતની ઉમરા પોલીસે હાઈબ્રીડ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત પોલીસ એક્શન
પ્રતિક ઉર્ફે બાબુ કપિલ સરાવગીને ઝડપી પાડ્યો
સુરતની ઉમરા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત હાઈબ્રીડ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 અને મદદનીશ પોલીસ કમિશનર જી ડીવીઝનની સુચનાને લઈ પઈઆઈ જેએ રાઠવા તથા એએમ મોરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો મહેન્દ્ર તથા હરેશને મળેલી બાતમીના આધારે સીટીલાઈટ અગ્રેસન પોઈન્ટ શોપીંગ સેન્ટરના ખુલ્લા પેસેજમાંથી પ્રતિક ઉર્ફે બાબુ કપિલ સરાવગીને ઝડપી પાડી તેની પાસેથી હાઈબ્રીડ ગાંજાનો 2.10 લાખનો જથ્થો કબ્જે કરી ગાંજો, મોબાઈળ, રોકડ સહિત 2 લાખ 17 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે આશય શાહ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
