સુરતની ઉમરા પોલીસે હની ટ્રેપ ગેંગ પકડી

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉમરા પોલીસે હની ટ્રેપ ગેંગ પકડી
લાખોની માંગણી કરનાર ટોળકીની બે મહિલા સહિત પાંચ ઝડપ્યા
નકલી પોલીસે 5 લાખનો તોડ કર્યો અને અસલી પોલીસ આવી

સુરતની ઉમરા પોલીસે હની ટ્રેપની પ્રવૃત્તિ  સામે કડક કાર્યવાહી કરી હોય તેમ યુવાનને મળવા બોલાવી તેની પાસેથી લાખોની માંગણી કરનાર ટોળકીની બે મહિલા સહિત પાંચને ઝડપી પાડ્યા હતાં.

સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં હનીટ્રેપની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઓનલાઈન વેબસાઈટ પર ફીમેલ સર્વિસ શોધવી કન્સ્ટ્રક્શન સાઈટના સુપરવાઈઝરને ભારે પડી ગઈ હતી. સોમનાથ મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં બોલાવી, નકલી પીએસઆઈ અને કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી સુપરવાઈઝર પાસેથી 5 લાખ રૂપિયા પડાવતી ગેંગનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બે મહિલા પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી આદિત્યપ્રતાપસિંગ રાજપુત અને રાજવી હિરેનભાઈ દેવગાણીયા તથા આકાશ પરસોત્તમ વાઘેલા, પિયુષ હસમુખ ગોસ્વામી તથા ખેતારામ હડમતારામ પરમારને ઝડપી પાડ્યા હતાં.જ્યારે મુખ્ય સૂત્રધાર રમએશ પાલ ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *