સુરતની ગોડાદરા પોલીસે પ્રતિબંધિત અફીણનો જથ્થો પકડ્યો
રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત અફીણનો જથ્થો
ધર્મારામ ફાડકેના ઘરે દરોડા પાડી અફીણનો જથ્થો પકડ્યો
સુરતની ગોડાદરા પોલીસે રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત અફીણનો જથ્થો વેંચતા રાજસ્થાનીને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ ખાસ પોલીસ કમિશનર થથા ઈન્ચાર્જ પોલીસ કમિશનર આલોક કુમાર તથા ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર પીકે પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.એસ. આચાર્યની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઈ જેએસ રામાનંદીની ટીમના એએસઆઈ દેવરામભાઈને મળેલી બાતમીના આધારે ગોડાદરા જ્ઞાનજ્યોત સ્કુલ સામે આવેલ પ્રિયંકા મેગાસીટીમાં રહેતા ધર્મારામ ફાડકેના ઘરે દરોડા પાડી ત્યાંથી અફીણનો 2 લાખ 29 હજારથી વધુનો જથ્થો મળી આવતા પોલીસે અફીણનો જથ્થો, મોબાઈલ, રોકડા રૂપિયા સહિત 2 લાખ 75 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
