સુરત : સચિન જીઆઈડીસીમાં પુત્ર એ કરી પિતાની હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરત : સચિન જીઆઈડીસીમાં પુત્ર એ કરી પિતાની હત્યા
પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડની તેના જ સગીર પુત્રએ કરી હત્યા
મહિલા સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી પુત્રએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો
હુમલામાં પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત

સુરતમાં હત્યાના બનાવોમાં થઈ રહેલા વધારા વચ્ચે સચીન જીઆઈડીસીના પાલીગામ ખાતે પિતાના પુત્રએ જ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં વધુ એક હત્યાની ઘટના બની હતી. સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલ પાલીગામમાં રહેતા ચેતક રાઠોડની તેના પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. પિતાના આડા સંબંધ હોવાની શંકાએ સગીર પુત્રએ પિતાને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ હત્યારા સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *