તહેવારોને લઈ સુરત પોલીસ એલર્ટ મોડમાં

Featured Video Play Icon
Spread the love

તહેવારોને લઈ સુરત પોલીસ એલર્ટ મોડમાં
સચિન વિસ્તારમાં પોલીસનું પગપાળા પેટ્રોલિંગ
કાયદો-વ્યવસ્થા જાળવવા સઘન ચેકિંગ ડ્રાઈવ
શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની તપાસ હાથ ધરાઈ

સુરતમાં ગુનેગારોને ડામી દેવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે તહેવારોને લઈને સુરત પોલીસ એલર્ટમાં હોય સચિન વિસ્તારમાં પોલીસ દ્વારા પગપાળા પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી કાયદો-વ્યવસ્થા જાળવવા ખાસ કાર્યવાહી કરાઈ હતી.

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો હોય જેને લઈ સુરત પોલીસ હવે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે.  ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન અને ઝોન-6 ડીસીપી રાજેશ પરમારની સૂચના હેઠળ સચિન પોલીસ દ્વારા સુડા સેક્ટર સહિત વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. સચીન પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી, નાગરિકો સાથે સંવાદ કર્યો અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે આવી ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે તેમ પણ પોલીસે જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *