સુરત : મેન્ટલ એસ્પેકટ વેબ ફિલ્મનો ટ્રેલર લોન્ચ

Featured Video Play Icon
Spread the love

સુરત : મેન્ટલ એસ્પેકટ વેબ ફિલ્મનો ટ્રેલર લોન્ચ
શહેરમાં મેન્ટલ એક્સપેક્ટ મુવી વિશે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી
મુવી ઓટીટી પ્લેટફોર્મ હંગામા અને એરટેલ એકસટ્રીમસ પર રિલીઝ થશે

સુરત શહેરમાં પાલ વિસ્તારમાં હોટલ ગ્રીન ફ્યુઝન ખાતે મેન્ટલ એસ્પેકટ વેબ ફિલ્મનો ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું અને સાથે આવનાર નવી હિન્દી મૂવી નું નામ કલાકારો સાથે રિલીઝ કરવામાં આવ્યું.

વિયુ હોટલ ગ્રીન ફ્યુઝન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને મેન્ટલ એક્સપેક્ટ મુવી વિશે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. જેમાં તમામ કલાકારો આવેલા હતા.સાથે આ મુવી ઓટીટી પ્લેટફોર્મ હંગામા અને એરટેલ એકસટ્રીમસ પર રિલીઝ થશે. જ્યોતિરાજ પ્રોડક્શન હેઠળ બનેલ હિન્દી મૂવી મેન્ટલ એક્સપેક્ટ ના મુખ્ય ડિરેક્ટર અને એકટર તરીકે અભિષેક સિંગ કે ખાસ ભૂમિકા ભજવી છે ખાસ કરીને આ મુવી નો મુખ્ય કન્સેપ્ટ મેન્ટલ એટલે જો માનસિક બીમારી હોય તો તેને પ્રોપર ઈલાજ કરવો અને આગળ જતાં શું તકલીફ થાય છે તેની માહિતી આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવી છે સાથે ઘણા બધા રસપ્રદ અંદર ટોપિક બતાવવામાં આવેલ છે. આ સમગ્ર મુવી નું શૂટિંગ સુરત શહેરમાં જ કરવામાં આવ્યું છે. સાત લાખથી વધુના બજેટથી બનાવેલ આ મુવી માં ડિરેક્ટર અભિષેક રાજપૂતે ઘણા બધા નવા ટેલેન્ટેડ એક્ટર અને એક્ટ્રેસ ને લોન્ચ કરીને તેમને પોતાનો ટેલેન્ટ બતાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અને સાથે સાથે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નવી આવનાર મુવી ઘોસ્ટ એક્સપેક્ટ ના નામ ની ઘોષણા કરીને તેમાં કામ કરનારા લીડ સપોર્ટિંગ અને કોમેડી એવા તમામ તમામ ફિલ્મ આર્ટિસ્ટોના નામ સાથે સ્ટેજ પર બોલાવીને પરિચય કરાવ્યો અમદાવાદ, મુંબઈ, વડોદરા, જામનગર સુરતના તમામ ટેલેન્ટથી ભરપુર કલાકારો આ હિન્દી મુવીમાં કામ કરશે જે હોરર રોમાન્સ અને કોમેડીથી ભરપૂર હશે… જેનું શૂટિંગ પણ હવે ટૂંક સમયમાં જ શરૂ થશે.. તો પ્રેસ કોન્ફરન્સ યોજીને અભિષેક અને તેમની તમામ ફિલ્મની ટીમે કંઈ જુદુ અને બધાથી અલગ ટોપીક ઉપર બનાવેલ મેન્ટલ એક્સપેક્ટ વેબ મુવી જોવા માટે તમામ સુરતીઓને અપીલ કરીને સપોર્ટ કરવા કહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *