તાપી : કપડબંધમાં મહિલાના ઘરમાં જંગલખાતાના કર્મચારીઓ ઘૂસ્યા
તપાસ માટે પોલીસને અરજી
કપડબંધ ગામની ઘટના અંગે આદિવાસી આગેવાનો દ્વારા આવેદન
સોનગઢ તાલુકાના કપડબંધ ગામમાં ગત દિવસોમાં બનેલી ઘટનાને લઈને ગામજનો અને આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ગામમાં રહેતા ચંદ્રિકાબેન શુક્રિયાભાઈ કોકણી એ ફરિયાદ કરી હતી કે જ્યારે તેઓ પોતાની દીકરી સાથે ઘરે એકલા હતા તે સમયે બે અજાણ્યા ઇસમો તેમના ઘરે નશાની હાલતમાં ઘૂસી આવ્યા હતા.
ત્યારે બીજી તરફ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ સોનગઢ પોલીસ સ્ટેશન માં અરજી આપી હતી કે તેઓ લાકડા ચોરી કરનારાઓની તપાસ માટે ગામમાં ગયા હતા. આ બનાવને કારણે આદિવાસી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી હતી. આદિવાસી આગેવાન યુસુફ ગામીત તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગામજનો સાથે મળી સોનગઢ મામલેદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલેદારનેશ્રી ને આવેદન આપ્યું હતું. આ પ્રસંગે આદિવાસી આગેવાન યુસુફ ગામીતે જણાવ્યું કે: “આવા બનાવો આદિવાસી સમાજ માટે દુઃખદ અને ચિંતાજનક છે. નિર્દોષ લોકોને પરેશાન કરવું યોગ્ય નથી. અમારી માંગ છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને સત્ય બહાર આવે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવામાં આવે. જો આની અવગણના થશે તો આદિવાસી સમાજ મૌન નહીં બેસે.” આ રીતે અનેક આદિવાસી આગેવાનો તથા સમાજજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ચીમકી આપી હતી…..સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિંદ ટીવી ન્યૂઝ તાપી
