સુરત : 2 કોટુંબિક ભાઈઓ 30 ચોરીના મોબાઈલ સાથે ઝડપાયા
લસકાણાની ‘મહાદેવ મોબાઈલ’ ચોરીનો ભેદ ઉકેલાયો,
પૈસા પુરા ન પડતા લાલચમાં આવી ચોરી કરી
લસકાણા પોલીસ મથકની હદમાં મહાદેવ મોબાઈલ માં થયેલી લાખોના મોબાઈલની ચોરી કરનારાઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લસકાણા પોલીસ મથકની હદમાં આવેલ ડાયમંડ નગરની કળથીયા ઇન્ડસ્ટ્રીયલ વિભાગ 1 માં આવેલી મહાદેવ મોબાઇલ શોપમાં રાત્રિના સમયે થયેલી ત્રણ લાખથી વધુના મોબાઇલ ફોનની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ જેમાં રીઢા ચોર મૂળ યુપીના અને હાલ હાલ લસકાણા ડાયમંડ નગરમાં જ રહેતા શિવ નારાયણ રામરૂપ નિષાદ અને અરવિંદ સુખ નંદ નિષાદને સરથાણા શ્યામધામ ચોક પાસેથી ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે લાખોના મોબાઈલ કબજે લઈ તેઓનો કબજો લસકાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
