સુરત : ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલીંગ રેકેટનો એસઓજીએ પર્દાફાશ કરી

Featured Video Play Icon
Spread the love

સુરત : ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલીંગ રેકેટનો એસઓજીએ પર્દાફાશ કરી
દુબઇમાં રહેતી સુરતી મહિલા ગોલ્ડ સ્મગલિંગની માસ્ટર માઇન્ડ
293 ગ્રામ ગોલ્ડ સાથે રત્નકલાકાર ઝડપાયો,

ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલીંગ રેકેટનો એસઓજીએ પર્દાફાશ કરી લાખોના ગોલ્ડ સાથે એક યુવાનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે બાતમીના આધારે ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલીંગ રેકેટો પર્દાફાશ કરી મુળ ભાવનગરના મહુવાનો અને હાલ ડભોલી ખાતે હરીદર્શનનો ખાડો મહેક રેસીડેન્સીમાં રહેતા ભાવીક પ્રવિણ કાતરીયાને ઝડપી પાડ્યો હતો. દુબઈથી દાણચોરીનો સોનુ હવાઈ માર્ગે લાવી અમદાવાદ એરપોર્ટથી સીધો સુરત આવી રહેલા ભાવીક કાતરીયાને એસઓજીની ટીમે સુરત રેલ્વે સ્ટેશન સામેરૂપા રેસ્ટોરન્ટ પાસેથી પકડી પાડ્યો હતો અને તેની પાસેથી 26 લાખ 34 હજાર 500ની કિંમતનો 239 ગ્રામ સોનુ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *