શક્તિપીઠ અંબાજીમાં ધજા ચઢાવવાનો અનોખો મહિમા.
ભાદરવી પુનમના મેળા લાખો ભક્તો ધજાઓ લઈ દર્શને આવે છે.
ધજાના નિકાલ માટે આ વર્ષે વહીવટી તંત્રએ નવતર પ્રયોગ શરૂ કર્યો.
આસ્થાના પ્રતિક અને પ્રસાદ સ્વરૂપે સાથે પરતલઈ જઈ શકશે.
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની રંગત જામી છે. છેલ્લા ત્રણ દિવસમાં લાખો શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા છે. શક્તિપીઠ અંબાજીમાં ધજા ચઢાવવાનો અનોખો મહિમા છે
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઇ અત્યાર સુધીમાં આઠ લાખ કરતા વધુ ભક્તોએ દર્શન કર્યા છે. નાના બાળકો અને વૃદ્ધો પણ માં જગતજનનીના દર્શને આવ્યાં છે. અંબાજીમાં આ વખતે પૂનમના દિવસે 875 ગજની ધજા ચડાવાશે.માં અંબાના ધામમાં અત્યાર સુધીમાં 270 સંઘોએ ધજા ચડાવી છે. જ્યારે 46568 ભક્તોએ ભોજનનો પ્રસાદ ગ્રહણ કર્યો છે. માતાજીને ધજા ચડાવીને આસ્થાના પ્રતિક અને પ્રસાદ સ્વરૂપે પોતાની સાથે પરત ઘરે લઈ જઈ શકશે. અંબાજીમાં 2.77 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે. જેમાં 3712 પકેટ ચીકીનો પ્રસાદ વિતરીત થયો છે. તમામ ભંડર કેન્દ્રોમા અત્યાર સુધીમાં 70 લાખ રૂપિયાની આવક થવા પામી છે. અંબાજીમાં પગપાળા આવનાર અને ઈજા પામનરા 24 હજારથી વધુ લોકોને આરોગ્ય વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે. 1587 લોકોને બાળ સુરક્ષા આપવામાં આવી છે. અંબાજી મંદિરમાં 4860 ગ્રામ સોનાની આવક થવા પામી છે.
ભાદરવી પૂનમના મેળાના ત્રીજા દિવસે આઠ લાખ જેટલા ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે. અંબાજીમાં ગબ્બર પર માતાજીના દર્શન કરવા માટે ઉડન ખટોલાની સુવિધા છે. આ સુવિધાનો આજે 8410 ભક્તોએ લાભ લીધો છે. જ્યારે 49,136 યાત્રિકોએ બસમાં મુસાફરી કરી છે.એસ ટી નિગમ દ્વારા બસની 1091 ટ્રીપો કરવામાં આવી છે. માં અંબાના ધામમાં અત્યાર સુધીમાં 270 સંઘોએ ધજા ચડાવી છે. જ્યારે 46568 ભક્તોએ ભોજનનો પ્રસાદ ગ્રહણ કર્યો છે….કૌશિકપટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
