સુરતની સચીન પોલીસે ટેમ્પો ચોરી કરનારને ઝડપ્યો
ટાટા કંપનીના ટેમ્પો ચોરી કરનાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યો
સુરતની સચીન પોલીસે ટાટા કંપનીના ટેમ્પો ચોરી કરનાર આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા આપેલા આદેશને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો પ્રકાશ અને કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે ટાટા કંપનીના ટેમ્પાની ચોરી કરનાર આરોપીઓ દસ્તગીર ઉર્ફે અલ્લુ અસરફ શેખ, અલીમુદ્દીન ઉર્ફે રાજુ ઉમર ખાન, ગુલામ હૈદ ઉર્ફે સોએબ બકરીદી ખાન, શાહરૂખ વાહીદખાન પઠાણ સહિત પાંચને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કરી તેઓને સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
