સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો
ડિંડોલીમાં 17 વર્ષીય સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર
વિદ્યાર્થિનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે રહસ્ય

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે ડિંડોલીમાં રહેતી 17 વર્ષીય સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે.

સુરતમાં ફરી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. ડીંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિદ્રાધીન હતા, ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના લીધે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, આશાસ્પદ વિદ્યાર્થિનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *