સુરત લિંબાયત પોલીસ મથકમાં 15 વર્ષથી વોન્ટેડ આરોપી

Featured Video Play Icon
Spread the love

સુરત લિંબાયત પોલીસ મથકમાં 15 વર્ષથી વોન્ટેડ આરોપી
15 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
મુંબઈથી ક્રાઈમ બ્રાન્ચે અરૂણ ચંદ્રશેખર પાંડેને ઝડપ્યો

સુરત લિંબાયત પોલીસ મથકમાં 15 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને નવી મુંબઈથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા ગુનાઓ આચરી લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની જનરલ સ્કોડની ટીમે બાતમીના આધારે લિંબાયત પોલીસ મથકમાં વર્ષ 2011માં એટલે કે 15 વર્ષ પહેલા મકાન વેચાણ કરવા મકાન માલિકનુ નામધારણ કરી મકાન બારોબાર વેચાણ કરી નાંખ્યુ હોય જે મામલે નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નસતા ફરતા આરોપી અરૂણ ચંદ્રશેખર પાંડેને નવી મુંબઈ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *