સુરતમાં પાટીદાર સમાજની 17 વર્ષીય બાળા 35 દિવસથી ગુમ
પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપો
પાટીદાર સમાજ દ્વારા મીટીંગ યોજાઈ
સુરત આવેલી પાટીદાર સમાજની 17 વર્ષીય બાળા 35 દિવસથી ગુમ હોવા છતા પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપો સાથે સમાજ દ્વારા મીટીંગ યોજાઈ હતી.
સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય બાળકી પાછલા 35 દિવસ કરતા પણ વધારે સમયથી ગુમ છે તેની સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ આજે 35 દિવસ વિત્યા છતાં પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. થોડા સમય પહેલા સરથાણા પોલીસ દ્વારા આ બનાવમા બેદરકારી દાખવી અને કોઈ યોગ્ય કામગીરી ન કરતા તે અંગેની જાણ કમિશનરને પણ કરાઈ હતી. છતાં સરથાણા પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતા લીધા વગર માત્ર ટાઇમ પાસ કરવામાં આવી રહ્યો છે અને કાગળ પર દીકરી ના અપહરણ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દીકરી જ્યારે સુરતથી ગુમ થાય છે અને કોઈ અજાણ્યો વ્યક્તિ તેને લઈ ગયો હોય તેવું સામે આવે છે ત્યારે દીકરીના ઘર પરિવાર વાળા પણ આ બાબતની શોધખોળ કરતા તેમને માલુમ પડે છે કે જે વ્યક્તિ આ દીકરીનું અપરણ કરી ગયો છે તે વ્યક્તિ આ જગ્યા પર છે અને તેની તપાસ કરતા અધિકારીને જાણ કરવામાં આવે છે અને પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે આપની પાસે વ્યવસ્થા ન હોય તો અમે પ્રાઇવેટ ગાડીની વ્યવસ્થા કરી આપીએ અને સાથે પણ આવીએ પણ તમે આ વ્યક્તિને પકડવા માટે આવશો તેમ છતાં તે પોલીસ અધિકારીએ બેદરકારી દાખવી અને ચાર પાંચ દિવસનો સમય જવા દેતા અંતે તે વ્યક્તિ પણ ગુમ થઈ જાય છે અને હવે તેને પકડવા માટેનું પોલીસને કોઈ પેગરૂ મળી રહ્યું નથી તેવું રટણ સરથાણા પોલીસ કરી રહી છે. તેવા આક્ષેપો કરાયા હતાં. ત્યારે દરેક સામાન્ય માણસના મનમાં અનેક આવા પ્રશ્નો ઊભા થાય શું ગુજરાતની પોલીસ એક 17 વર્ષીય નાબાલીક દીકરી ગુમ થયા કે તેના અપરણ થયા પણ પોલીસ કોઈ પ્રકારે ગંભીર નથી ?
બીજો પ્રશ્ન પોલીસ પાસે એટલી બધી સવલતો અને ટેકનોલોજી છે તેમ છતાં તેમણે તો કોઈ યોગ્ય પેગરૂ મળતું નથી પરંતુ જ્યારે આ દીકરીના ઘર પરિવાર વાળા જ યોગ્ય માહિતી મેળવીને પોલીસને આપે છે કે આ વ્યક્તિ આ જગ્યા પર જ છે તેમ છતાં તે વ્યક્તિને પકડવા માટેના કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નહીં શા માટે ?
કોઈપણ ઉદ્યોગપતિ કે રાજકારણીઓના ઘર પરિવારની આવી કોઈપણ ઘટના હોય કે અન્ય આર્થિકતા બાબતની ઘટનાઓ હોય ત્યારે વિના વિલંબે ગમે તેવા ગુનેગારો 24 થી 48 કલાકમાં પોલીસ તંત્રને મળી જાય છે અને સામાન્ય ઘર પરિવારની સાથે બનતી આવી ઘટનાઓમાં તેમને ન્યાય મળતો નથી શા માટે? અને સામાન્ય ઘર પરિવારની આવી કોઈ પણ ઘટનામાં જ્યારે તપાસમાં અન્ય જિલ્લા કે રાજ્યમાં જવાનું હોય ત્યારે ફરિયાદી કે ભોગ બનનાર પરિવાર તરફથી વાહન વ્યવસ્થા કે અન્ય ખર્ચાઓ માંગવામાં આવે છે કે લેવામાં આવે છે શા માટે ? શુ સરથાણા પોલીસને જ્યારે માહિતી મળે છે કે આરોપી આ જગ્યા પર છે અને તપાસ કરતા અધિકારીના રાઇટર દ્વારા તે આરોપીને ફોન પણ કરવામાં આવે છે અને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાની વાત કરવામાં આવે છે ત્યારે આ પોલીસ તંત્ર જે વિસ્તાર કે જિલ્લાની અંદર આરોપી હતો તેને પકડવા માટે તાત્કાલિક તે જિલ્લા કે શહેરની પોલીસને શા માટે જાણ કરવામાં ન આવી ? તેવા સવાલો કરાયા છે.
