અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદેલા ટેરિફમાં કરાયેલ ઘટાડો
સુરતના કાપડ ઉદ્યોગને ફાયદો થશે
ફોસ્ટા દ્વારા ટ્રમ્પના આ નિર્ણયને આવકારાયો
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદેલા ટેરિફમાં કરાયેલા ઘટાડાને લઈ સુરતના કાપડ ઉદ્યોગને ફાયદો થશે તેમ કહી ફોસ્ટા દ્વારા ટ્રમ્પના આ નિર્ણયને આવકારાયો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા લાદેલ ટેરિફમાં ધડાડો કરવાનો નિર્ણયને સુરતના કાપડ ઉદ્યોગે આવકાર્યો છે. સુરત ફોસ્ટાએ ટ્રમ્પ અને મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતુ કે ભારતમાં કાપડ ઉપર અત્યાર સુધી 50 ટકા ટેરિફ હતો પરંતુ હવેથી કાપડ ઉપર 18 ટકા ટેરિફ લાગશે. ટેરિફમાં મોટો ધટાડો થતા કાપડ વેપારીઓને મોટો ફાયદો થશે. ફરી ટેક્સટાઇલ નગરી સુરત ધમધમતી જોવા મળશે. ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમ ટેરીફના નિર્ણયને આવકાર્યો તો અને સુરતના કાપડ વેપારી જ નહીં પરંતુ મહિલા સહિત અનેક લોકોને રોજગારીમાં મોટો ફાયદો થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
