ગીર સોમનાથના ખીરધાર ગામના સરપંચે રમેશ ચુડાસમાએ આપ્યું રાજીનામું

Featured Video Play Icon
Spread the love

ગીર સોમનાથના ખીરધાર ગામના સરપંચે રમેશ ચુડાસમાએ આપ્યું રાજીનામું
રમેશ ચુડાસમાના ઘરે ત્રીજું સંતાન થતા સરપંચ પદનો ત્યાગ કર્યો
બે થી વધુ સંતાન ધરાવતી વ્યક્તિ પંચાયતી સંસ્થાની ચૂંટણી લડી શકતી નથી

તાલાલા તાલુકાના ખીરધાર ગીર ગામના સરપંચ રમેશ ચુડાસમાએ તેમના ત્રીજા સંતાનના જન્મ બાદ સ્વેચ્છાએ સરપંચ પદેથી રાજીનામું આપી દીધું છે. પંચાયતી રાજના નિયમો અનુસાર, બે થી વધુ સંતાન ધરાવતી વ્યક્તિ પંચાયતી સંસ્થાની ચૂંટણી લડી શકતી નથી અથવા હોદ્દો ધારણ કરી શકતી નથી.

તાલાલા તાલુકાના ખીરધાર ગીર ગામના સરપંચ રમેશ ચુડાસમાએ તેમના ત્રીજા સંતાનના જન્મ બાદ સ્વેચ્છાએ સરપંચ પદેથી રાજીનામું આપી દીધું છે. રમેશભાઈને અગાઉ બે દીકરીઓ હતી અને તેમને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી. તેમના કાર્યકાળ દરમિયાન તાજેતરમાં તેમને ત્યાં પુત્રનો જન્મ થયો, જેનાથી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. તેમણે પોતાનું રાજીનામું તાલાલા તાલુકા વિકાસ અધિકારીને સુપરત કર્યું છે. આ નિર્ણયથી તેમની નૈતિકતા અને કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા થઈ રહી છે. પંચાયતી રાજના કાયદા મુજબ, જો કોઈ હોદ્દેદારને ત્રીજા સંતાનનો જન્મ થાય, તો તેમનો હોદ્દો અમાન્ય ગણાય છે અને તેમને રાજીનામું આપવું પડે છે. આ નિયમથી વાકેફ હોવાથી, રમેશભાઈએ આદર્શ લોકશાહી અને કાયદાનું સન્માન જાળવીને આ નિર્ણય લીધો. રમેશભાઈ ચુડાસમા ખીરધાર ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં ચાર ઉમેદવારો વચ્ચેના જંગમાં 1200 મતોના મતદાનમાંથી 205 મતની લીડથી વિજેતા બન્યા હતા. તેઓ ગામમાં લોકપ્રિય સરપંચ હતા. પુત્ર સુખની પ્રાપ્તિ બાદ કાયદાને માન આપીને નૈતિકતાથી રાજીનામું આપવાના તેમના નિર્ણયની તાલાલા પંથકના અન્ય સરપંચો તેમજ ખીરધાર ગામના લોકોમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *