અમરેલી ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી

Featured Video Play Icon
Spread the love

અમરેલી ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી
ખુલ્લા બજારમાં ખેડૂતોને માત્ર 800 થી 1000 રૂપિયા
સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1452 રૂપિયા જાહેર કર્યો

અમરેલી ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. ધારી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

અમરેલી ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ કરતા તાલુકાભરના ખેડૂતો મગફળીના રજીસ્ટ્રેશન માટે મોટી સંખ્યામાં યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા. ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને અન્ય માલવાહક વાહનોમાં મગફળી લઈને પહોંચ્યા હતા. સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1452 રૂપિયા જાહેર કર્યો છે, પરંતુ ખુલ્લા બજારમાં ખેડૂતોને માત્ર 800 થી 1000 રૂપિયા મળી રહ્યા છે. કમોસમી વરસાદ અને નબળી ગુણવત્તાને કારણે ખેડૂતો મણ દીઠ 500 થી 600 રૂપિયાની ખોટ ખાઈને પણ પોતાની ઉપજ વેચવા મજબૂર બન્યા છે.

ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો. આ પ્રસંગે રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લો મગફળીના ઉત્પાદનમાં મોખરે છે. હાલ જિલ્લાના બીજા ક્રમના સૌથી મોટા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ટોચ પર છે. દૈનિક અંદાજે 35,000 થી 50,000 મણ મગફળી ઠલવાઈ રહી છે. યાર્ડના દ્રશ્યો જોઈએ તો જ્યાં નજર કરો ત્યાં મગફળીના ડુંગરો ખડકાયેલા દેખાય છે. પરંતુ આ ચિત્રની બીજી બાજુ કડવી છે. ખુલ્લા બજારમાં જાહેર હરાજી દરમિયાન ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી, જેના કારણે 4 મહિનાની તનતોડ મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *