સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં મારામારી
પતિ પત્નિના ઝઘડામાં બન્ને પક્ષો વચ્ચે મારામારી
નેપાળી પરિવારમાં થયેલી રકઝક પોલીસ મથકે પહોંચી
સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. તો પોલીસે સ્થળે દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો. તપાસ કરતા પતિ પત્નિના ઝઘડામાં બન્ને પક્ષો વચ્ચે મારામારી થઈ હોવાનુ સામે આવ્યુ હતું.
સુરત શહેરમાં લોકોને પોલીસ નો ખોફ રહ્યો ન હોય તેમ લાગી રહ્યુ છે. અને જાહેરમાં મારામારીની ઘટના અવાનરવાર સામે આવી રહી છે ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થતા આમને સામને મારમારી ની ઘટના બની હતી. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. બનાવને લઈ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ કરતા પતિ પત્નિ વચ્ચેનો ઝઘડો હોવાનુ અને બન્ને પક્ષો વચ્ચે મારામારી થઈ હોવાનુ સામે આવ્યુ હતું. તો નેપાળી પરિવારમાં થયેલી રકઝક પોલીસ મથકે પહોંચતા મામલો થાળે પડ્યો હતો.
