સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મક તરફ વળ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મક તરફ વળ્યા
જેલના કેદીઓએ 26 હજાર થી વધુ પુસ્તકોનુ વાંચન કર્યુ
ધાર્મિક, મોટીવેશનલ અને આધ્યાત્મિક પુસ્તકોની વધારે માંગ
કયો કેદી કયું પુસ્તક વાંચે છે તેના રેકોર્ડ પણ બને છે

સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મક તરફ વળ્યા હોય તેમ લાજપોલ જેલના કેદીઓએ 26 હજાર થી વધુ પુસ્તકોનુ વાંચન કર્યુ છે જેમાં સૌથી વધુ ધાર્મિક, મોટિવેશનલ અને આધ્યાત્મિક પુસ્તકો કેદીઓએ વાંચ્યા છે.

સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મક તરફ વળ્યા હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે લાજપોર જેલમાં બંધ કેદીઓએ 26,000 થી વધુ પુસ્તકોનું કર્યું વાંચન કર્યુ છે જેમાં ધાર્મિક, મોટીવેશનલ અને આધ્યાત્મિક પુસ્તકોની કેદીઓમાં સૌથી વધારે માંગ કરે છે. બે વર્ષ અગાઉ લાઈબ્રેરીમાંથી મહિને 800 પુસ્તકો ઈશ્યૂ થતા હતા જે આજે 2200 થઈ ગયા છે. કેદીઓ પુસ્તક વાંચીને અન્ય કેદીને પુસ્તક વાંચવા માટે પ્રેરણા આપી રહ્યા છે. કયો કેદી કયું પુસ્તક વાંચે છે તેના રેકોર્ડ પણ બને છે. જેને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઈબ્રેરી પણ છે. પુસ્તકો થકી કેદીઓને માનસ પરિવર્તન કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ગુનેગારો સુધરીને સારું જીવન તરફ આવે તે માટેનો પ્રયાસ કરાઈ રહ્યો છે જેમાં લાજપોર જેલમાં વર્ષ 2022માં 9600, 2023માં 24000 અને 2024 માં 26,000ની વધુ પુસ્તકોનું કેદીઓએ વાંચન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *